ટ્રાયજેમીનલ ન્યુરાલ્જીયા

You are here:
Trigeminal Neuralgia Definition Symptoms Cause Diet Homeopathic Medicine Treatment Homeopathy Doctor Clinic in Rajkot Gujarat India

The ટ્રાયજેમીનલ ન્યુરાલ્જીયા:

ટ્રાઇજિનીનલ નર્વ (ચેતા)

મગજના પોલાણમાંથી નીકળી ચહેરા ઉપર ડાબી અને જમણી એમ બન્ને બાજુ સંવેદના પહોંચાડવાનું કાર્ય પાંચમી ફેસિયલ નર્વ કરે છે. જેને ટ્રાઇજિનીનલ નર્વ (ચેતા) કહે છે. જે આંખ, કાન, ભ્રમર, કપાળ, લમણાં, નાક ઉપર અને નીચેના જડબા, ગળાની ઉપર નીચે અને પાછળના ભાગ સુધી પથરાયેલી હોય છે.

ટ્રાયજેમીનલ ન્યુરાલ્જીયા

ટ્રાઇજેમીનલ નર્વમાં કોઈ કારણસર અવરોધ ઉત્પન્ન થાય ત્યારે ચેહરા પર ખૂબજ તીવ્ર દુખાવો થાય છે જેને ટ્રાયજેમીનલ ન્યુરાલ્જીયા કે ફેસિયલ ન્યુરાલ્જીયા તરીકે ઓળખાય છે.
ચહેરા, ગાલ, દાંતના જડબાની ડાબી તથા જમણી બાજુમાં અતિ તીવ્ર વેદના આપતું, જાણે કે છરીથી કોઈ કાપતું હોય તેવું દર્દ ઠંડીની ઋતુમાં એકાએક વધતું લાગે તો તેનો  હોમિયોપેથીમાં ઉતમ ઉપચાર છે.

ટ્રાયજેમીનલ ન્યુરાલ્જીયાનાં લક્ષણો

  • ખૂબ જ લપકારા મારતો અસહ્ય દુ:ખાવો થાય,
  • ચહેરા ઉપર જાણે કંઈ દબાણ આવતું હોય તેવું લાગે,
  • તે બાજુ ભારે કે વજનદાર ભાગે જીભ જાડી થઈ જાય શ્વાસ રૃંધાતો હોય તેવું લાગે,
  • છાતીમાં પણ ભીંસ અનુભવાય, ધબકારા વધી જાય,
  • દર્દના કારણે આંખમાંથી પાણી આવી જાય.
  • દર્દીને બહુ પવન કે અવાજના કારણે દુ:ખાવો વધી જાય, કંઈક ખાવાથી પણ દુ:ખાવો વધે.
  • બંધ ઓરડાને બંધિયાર વાતાવરણમાં પણ દર્દ તીવ્ર બને ખુલ્લામાં બારી પાસે સારું લાગે.
  • તેના કારણે માનસિક તાણ અનુભવાય.

તમને જો ક્યારેક ચહેરા ઉપર એક બાજુ દાંતમાં કે કાન પાસે દુ:ખાવો થાય તો સ્વાભાવિક રીતે જે તમે તેને દાંતની તકલીફ સમજીને દાંતના ડૉક્ટર પાસે સારવાર લેશો. છતાં ફેર ન પડતાં તમે દાંત કઢાવી નાંખશો. છતાં દુ:ખાવામાં કોઈ ફેર પડશે નહીં પણ લબકારા મારતો દુ:ખાવો વધી જશે. આવું બને તો તમને ફેશિયલ ટ્રાઇજેમીનલ ન્યુરાલ્જીયા હોઈ શકે.

ટ્રાઇજેમીનલ ન્યુરાલ્જીયા થવાના કારણો

આ રોગ થવા માટે જુદા જુદા કારણો જવાબદાર હોઈ શકે જેમકે

  • કોઈ કારણસર ચેતા ઉપર દબાણ આવવાથી,
  • મગજમાં વધારે પડતું દબાણ (ક્રેનિયલ પ્રેશર) થવાથી,
  • ચેતાને વાઇરસ કે ફુગનો ચેપ લાગવાથી
  • ચેતાનેકંઇક વાગી જવાથી,
  • સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસના કારણે (કેમકે કરોડના ઉપરના મણકામાંથી આ ચેતા પસાર થતી હોય છે તે મણકાના દબાણ કે ઘસારાની અસર તેને થાય છે.)
  • ક્યારેક વધારે પડતી કડક વસ્તુ ચાવવાનો પ્રયત્ન કરતાં કે ખૂબ મોટેથી હસતાં બોલતાં કે છીંક ખાતાં ચેતાનાં કાર્યમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે.

ટ્રાયજેમીનલ ન્યુરાલ્જીયાની સારવાર

ઠંડી ઋતુ અને ચોમાસામાં આ રોગની તીવ્રતા વધે છે. આધુનિક વિજ્ઞાનમાં આ રોગમાં થતાં દર્દમાં રાહત લાવવા જે દવાઓ આપવામાં આવે છે તેનાથી રોગ કાયમી મટતો નથી. માત્ર રાહત થાય છે અને સમય જતાં દવાનાં પાવરમાં વધારો કરવો પડે છે. દવાઓથી લાંબા ગાળે કિડની (અને લીવરને નુકસાન પહોંચે છે.)
હોમિયોપેથી સારવારમાં તમારાં ચોક્કસ ચિહ્નોને ધ્યાનમાં લઈ દુ:ખાવો ડાબી બાજુ છે કે જમણી બાજુ તે મુજબ અલગ-અલગ ચોક્કસ ઔષધો આપવામાં આવે છે. જેમાં ધીરજપૂર્વક સારવાર કરાવતાં દર્દીને સંપૂર્ણ રાહત થાય છે. સ્પાઇનેલિયા દર્દ ડાબી બાજુનાં ભાગમાં જોવા મળે છે. જે કપાળ, ભ્રમર, આંખ, ઉપરના જડબા સુધી પ્રસરે છે. લપકારા મારતો દુ:ખાવો અને બળતરા થાય છે.
આંખ અને નાકમાંથી પ્રવાહી આવ્યા કરે છે. ત્યારે આ દવા ઓછા પાવરમાં આપવામાં આવે છે. આ દર્દીને બેચેની અનુભવાય, ઊંઘ ન આવે, દર્દના ભાગમાં ખાલીનો પણ અનુભવ થાય.
હોમિયોપેથીક દવામાં બેલાડોના, એકોનાઈટ મેગ-ફોસ દવામાંથી એક દવા ૩૦ પાવરમાં દર અઠવાડિયે એક ડોઝ લાંબો સમય લેશો.

Excerpts (Summary)

Table of Contents

Share on:
Recent posts
Featured